નોકરી છોડવા પર તમને કેટલી મળશે ગ્રેચ્યુઈટી? આ રીતે થાય છે ગણતરી
નીવૃતી સમયે મળતી ગ્રેચ્યુઈટી ની ગણતરી કઇ રીતે થાય છે તેની રસપ્રદ માહિતી
કેન્દ્ર સરકારે પ્રાઈવેટ અને પબ્લિક ક્ષેત્રના કર્મચારીઓને મોટી ગીફ્ટ આપી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓની જેમ હવે પ્રાઈવેટ અને PSUના કર્મચારીઓને પણ 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટીની રકમ કરમુક્ત કરી દેવાઈ છે. અત્યાર સુધી આ સીમા 10 લાખ રૂપિયા હતી. આ માટે સરકાર જલ્દીથી સંસદમાં વિધેયક રજૂ કરશે.
સરકારના આ નિર્ણયથી પ્રાઈવેટ અને પબ્લિક ક્ષેત્રમાં કામ કરનારા લગભગ 5 કરોડ લોકોને ફાયદો થશે. કેન્દ્રી કર્મચારીઓના ગઠિત સાતમા વેતન આયોગે ગ્રેચ્યુઈટીની સીમા વધારીને 20 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી હતી. જેના આધારે કેન્દ્ર અને કેટલાંક રાજ્યના સરકારી કર્મચારીઓ માટે લાગુ કરી ચૂકી છે.
No comments:
Post a Comment