(સંવાદદાતા દ્વારા)
ભરૂચ,તા.૧૯
ભરૂચ જિલ્લામાં ખરાખરીનો જંગ બનેલ ૧પ૧ વાગરા વિધાનસભા મતવિસ્તારમાં ભારે કશ્મકશ બાદ માત્ર ર૬૪૮ મતની લીડથી ભાજપને વિજેતા જાહેર કરાઈ હતી જો કે લુવારા; પીપલિયામાં ઈવીએમમાં યાંત્રિક ખામી અને સિતપોણમાં વીવીપેટ સ્લીપ કરતાં ૧૦ મત વધુ હોવા સાથે કુલ મતદાન અને મત ગણતરીના વિસંગતતા નીકળતાં કોંગ્રેસ ઉમેદવારે ઈવીએમમાં ગરબડીના આક્ષેપ સાથે રીકાઉન્ટીંગ અને વીવીપેટથી ગણતરીની માંગ સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા ચક્રોગતિમાન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા વિધાનસભામાં સમીકરણોને આધારે કોંગ્રેસે જીતનો નક્કર દાવો કર્યો હતો જો કે ગત રોજ ગણતરી દરમ્યાન લુવારા અને પીપલિયાના ઈવીએમમાં યાંત્રિક ખામીના વિવાદ બાદ પીપલિયા ગામે ૯પ નંબરના બુથમાં વીવીપેટમાં ૬૦૧ સ્લીપો નીકળી હતી. જયારે ઈવીએમમાં માત્ર પ૯૧ મત બતાવતા વિવાદ વકર્યો હતો જેના પગલે કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલે મોડી રાત સુધી ફાઈનલ રિઝલ્ટ સ્લીપ પર સહી ન કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બાદમાં રિટર્નીંગ ઓફિસરે મોકપોલમાં ભૂલથી સ્લીપો રહી ગઈ હોવાનું બહાનું બતાવી વિવાદ સમાવવા પ્રયાસ કર્યો હતો. જો કે ચોંકાવનારી બાબત એ હતી કે ચૂંટણી કમિશનના ફાઈનલ મતદાનના આંકડા પ્રમાણે વાગરા વિધાનસભામાં કુલ ૧પર૧૯૦નું મતદાન થયું હતું. જેના બદલે ગણતરીમાં કુલ ૧પરરપ૯ મત ઈવીએમમાં જાહેર કરાતાં સમગ્ર મામલે ઈવીએમમાં મોટાપાયે ધાંધલી અને હેક થયાની શંકા પ્રબળ બને છે આમ ગરબડી થઈ હોવાના આક્ષેપ સાથે વાગરા વિધાનસભામાં તમામ વીવીપેટની ફરી ગણતરી કરવા કોંગ્રેસ ઉમેદવારે માંગ કરી હતી. જો કે તે ન સંતોષાતાં ઉમેદવારે વાંધા સહિત સહી કરી હાઈકોર્ટમાં સમગ્ર મામલે પિટિશન દાખલ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

No comments:
Post a Comment